ગુજરાતી કહેવતો
શબ્દ સમૂહ માટે એક શબ્દ:-
🔷 કારણ વિનાનું –નિષ્કારણ
🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ
🔷 દુઃખ આપનાર – દુઃખદ
🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત
🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય
🔷 પાણીમાં સમાધી લેવી – જળસમાધી
🔷 ભજનગાનાર – ભજનિક
🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર
🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ
🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ
🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ – કુબેર
🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર
🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી
🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું
🔷 જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ
વિજ્ઞાન
🔵રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- ફેફસાં
🔵શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅જવાબ:- ધમની
🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅જવાબ:- શિરા
🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅જવાબ:- સિફગ્મોમેનોમીટર
🔵બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક
🔵બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅જવાબ:- એરનબર્ગ
🔵બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅જવાબ:- જીવાણું
🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ
🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅જવાબ:- પેનિસિલિન
🔵મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅જવાબ:- પ્લાઝમોડિયમ
🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅જવાબ:- એમેબિક મરડો
🔵ફૂગથી થતા રોગો કયાં છે?
✅જવાબ:- દાદર,ખસ,ખરજવું
🔵સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- અંડપિંડ
🔵પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- શુક્રપિંડ
🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅જવાબ:- ગોઈટર
🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅જવાબ:- આયોડિન
🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅જવાબ:- થાઈરોકિસન
🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅જવાબ:- ગળાના ભાગે
🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ
🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- લીવર(યકૃત)
🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ
🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ
🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅ જવાબ:- જઠર
શબ્દ સમૂહ....
1ખુંપડો -વરસાદથી બચવા પાદંડાનો કરેલો છત્રીનો ઘાટ
2 ગલેલી➖ તાડનાં ફળની અંદરનો ગર
3 મંગાળો ➖પથ્થર ગોઠવીનેકરેલો કામચલાઉ ચૂલો
4 મેજબાની➖ આનંદ સાથેલેવાતું ભોજન
5 મુખમોરડો ➖પશને મોઢેબાધં વાનું દોરડાનું ગાળીયું
6 ગડાકુ➖ ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ
7 ઓકળી➖ આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત
8 રમણદીવડો ➖વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે
9 ઘોલકી➖ સાવ નાનું અંધારું ઘર
10 જવાળી➖ અંગુઠા ઉપરની જવના આકારની એક રેખા
11 ઋતભુંરા➖ સત્યનેટકાવી રાખનાર દેવી
12 ખચિત➖ ગુંથેલ દોરાનો ધાબળો
13 ડભાયણું ➖ડામ દેવાનું સાધન
14 ઝોકડું ➖ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ
15 ભાંજણી➖ દોરડું ભાગવાની ક્રિયા
16 હલાણું ➖મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવેતેથી ટુકડેટુકડેખેડવું તે
17 બીડ➖ ઘાસની જમીન
18 અધોટી ➖શેરડીનો ઉકાળેલો રસ
19 વક્ષસ્ત્રાણ ➖છાતીના રક્ષણ માટેનું કવચ
20 અનોઠી ➖તાલ આપવા તબલા પર જોરથી દેવાથી થાપટ
21 ટોકર ➖લોખડં નું તગારું
22 અધોટી ➖શેરડીનો ઉકાળેલો રસ
23 ગોમેઘ➖ જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ
24 સંવનન ➖પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ
25 લચુંન➖ વાળ ટંપૂ ી નાખવા તે
26 મડાગાંઠ➖ ઉકલી ન શકેતેવી સમસ્યા
27 માધરુી ➖મહસે લુ ભરાઇ ન શકાતુંહોવાથી જમીન સરકારનેપાછી સોંપવી તે
28 પલલું➖ વર તરફથી કન્યાને ચઢાવાતા અલ ંકાર
29 સમારાધન➖ પ્રસન્ન કરવું તે
30 મશક➖ પાણી ભરવાનું ચામડાનું સાધન
31 બીડ ➖ઘાસની જમીન
32 જિંજર ➖આદુના રસવાળં પીણું
33 ક્ષિતિજ➖ ધરતી અનેઆકાશનું મીલન થાય તે સ્થળ
34 ચમચી➖ પાન-સોપારી વગેરે રાખવાની કોથળી
35 અનીવાચ્ય➖ જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય એવું
36 શેઢો ➖કોઈ પણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખલુલો પટ્ટો
37 દોહિત્રી➖ દીકરીની દીકરી
38 મૌવી ➖ધનષ્યની દોરી
40 સમપાણી➖ ગાયનના તાલના તાલની સાથે જ તાળી પડવી તે
41 સમારાધન➖ પ્રસન્ન કરવું તે
42 હરીપાદોદક ➖હરિના ચરણનું પવિત્ર જળ
43 આશક્તિ➖ સંસાર પ્રત્યે અતિશય સ્નેહ
44 ભંડારી➖ વહાણમાં તુટક નીચેનો ભાગ સંમભાળનાર
45 અભિસરિકા➖ સંકેત મજુબ પ્રેમીને મળવા જતી નાયિકા
47 વેકુર ➖ નદીની કાકંરા વાળી જાડી રેતી
જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવા શબ્દો
નીચેના શબ્દોમાં ઇ-ઉ બદલાતાં અર્થ બદલાતો હોવાથી તે શબ્દોની જોડણી
દિન – દિવસ દીન – ગરીબ
દ્બિપ – હાથી દ્બીપ – બેટ
પાણિ – હાથ પાણી – જળ
અહિ – સાપ અહીં – આ સ્થળે
પુર – શહેર પૂર – રેલ
રવિ – સૂર્ય રવી – શિયાળુ પાક
વધુ – વધારે વધૂ – વહુ
વિણ – વિના વીણ – પ્રસવવેદના
સુર – દેવ સૂર – સૂરજ,અવાજ
કુંજન – ખરાબ માણસ કૂજન – મધુર ગાન
સલિલ – પાણી સલીલ – લીલાયુકત
વારિ – પાણી વારી – વારો,ક્રમ
ષષ્ઠિ – સાઠ ષષ્ઠી – છઠ્ઠી
પિન – ટાંકણી પીન – પુષ્ટ
રતિ – કામદેવની પત્ની રતી – ચણોઠી જેટલું વજન
શિલા – મોટો પથ્થર શીલા – શીલાવતી સ્ત્રી
ચિર – લાંબા કાળનું ચીર – વસ્ત્ર,ફળની ચીરી
જિત – જિતાયેલું જીત – જય
કુલ – એકંદર,કુટુંબ કલ – કિનારો
ગુણ – મૂળ લક્ષણ,માર્ક ગૂણ – કોથળો
જિન – જૈન તીર્થંકર જીન – એક પ્રકારનું ભૂત
જુઓ – દેખો જૂઓ – જૂનું બહુ વચન
દારુ – દેવદારનું લાકડું દારૂ – મદિરા
રાશિ – ઢગલો,ગ્રહ રાશી – ખરાબ
સુત – પુત્ર સૂત – સારથી,સુતર
અંગુર – રૂઝ,નવી ત્વચા અંગૂર – દ્રાક્ષ
આહુત – હોમાયેલું આહૂત – બોલાવેલું
સુરત – એક શહેર સૂરત – ચહેરો
સુરતિ – આનંદ,સુખ સુરતી – સુરતનું
ખચિત – જડેલું ખચીત – ચોકકસ
વસ્તિ – મૂત્રાશય વસ્તી – લોકસંખ્યા
સિત – સફેદ સીત – કોશ
મતિ – બુદ્ધિ મતી – બહુમતી
અવધિ – નિશ્ચિત સમય અવધી – અવધ ભાષા
પતિ – સ્વામી પતી – ક્રિયા પૂરી થઇ
કુચ – સ્તન કૂચ – સામુહિક પ્રયાસ
ભાંગ – એક નશીલી વનસ્પતિ
ભાગ –અંશ
ભાલું – એક હથિયાર
ભાલુ – રીંછ
મંદાર – સ્વર્ગના પાંચ વૃક્ષોમાંનું એક વૃક્ષ
મદાર – આધાર ,ભરોસો
માંજી – કાશ્મીરનો હોળીવાળો
માજી – અગાઉ થઈ ગયેલું
માંદા – દરદી
માદા – સ્ત્રી (સ્ત્રીલિંગ)
સંમાન – સન્માન
સમાન – સરખું
સાંજ – સંધ્યાકાળ
સાજ – ઉપયોગી સરસામાન
સારું – શુભ,આખું
સારુ – જે માટે,કાજે
*ઇ (હ્રસ્વ)નો ઈ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...*
અલિ – ભમરો, બી
અલી – સ્ત્રી સંબોધન
અવધિ – નિશ્ચિત સમય
અવધી – અવધની ( અયોધ્યાની)
અહિ – સાપ
અહીં – આ સ્થળે
ખચિત – જડેલું
ખચીત – જરૂર,અવશ્ય
ચિર – લાંબું
ચીર – રેશ્મી વસ્ત્ર
જિત – જીતનારું
જીત – વિજય ,ફતેહ
જિન- કપાસ લોઢવાનું કારખાનું
જીન – ઘોડાનું પલાણ
તામિલ – એક દ્ર્વિડ ભાષા
તામીલ – હુકમનોઅમલ
દિન – દિવસ
દીન- ગરીબ
દિશ –દિશા
દીશ- સૂર્ય
દ્વિપ – હાથી
દ્વીપ – બેટ
નિંદવું – નિંદા કરવી
નીંદવું – નકામું ઘાસ ખોદી કાઢવું
પતિ – સ્વામી
પતી – ક્રિયા પુરી થઈ
પલિત – પળિયાંવાળું
પલીત –ભૂતપ્રેત
પાણિ – હાથી
પાણી – પેય,જળ
પિતા- બાપા
પીતા –પાતળા કકડા
પિન – ટાંકણી
પીન – પુષ્ટ
મતિ – બુદ્ધિ
મતી – મતવાળું
મરીચિ –કિરણ
મરીચી – સૂર્ય
મિલ – કારખાનું
મીલ – પ્રતિપક્ષ, વિરોધી
મિલન- મુલાકાત
મીલન – બંધ કરવું તે,બીડવું તે
રતિ – પ્રેમ
રતી – ચણોઠી,એક માપ
રાશિ – ઢગલો,ગ્રહ
રાશી – ખરાબ
વસ્તિ – મુત્રાશય
વસ્તી – લોકસંખ્યા
વારિ –પાણી
વારી – વારો,ક્રમ
વિણ- વિના
વીણ – પ્રસવવેદના
વિદુર –મહાભારતનું પાત્ર
વિદૂર – ઘણે દૂર
ષષ્ઠિ – સાઠ
ષષ્ઠી – છઠ્ઠી
સિત – શ્વેત,સફેદ
સીત – કોશ
સુદિન- શુભ દિવસ
સુદીન – ખૂબ નમ્ર
સુરતિ – આનંદ,સુખ
સૂરતી – સૂરતનું
હરિ – પ્રભુ, વિષ્ણુ
હરી – કૂવાના પાણીથી પકવેલું
*ઉ (હ્રસ્વ) કે ઊ (દીર્ઘ) થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...*
અંગુર – નવી ત્વચા
અંગૂર –દ્રાક્ષ
આહુત- હોમેલું
આહૂત – બોલાવેલું
ઉરુ – વિશાળ
ઊરુ – જાંગ
કુચ- સ્ત્રીની છાતી
કૂચ – લશ્કરી ઢબે ચાલવું તે
કુજન –ખરબ માણસ
કૂજન – મધુર ગાવું તે
કુલ – એકંદર
કૂલ – કિનારો
ગુણ – જાતિ,સ્વભાવ
ગૂણ – કોથળો, ચાર મણ
જુઓ – દેખો
જૂઓ – ‘જૂ’નું બહુવચન
પુર- શહેર
પૂર – નદીમાં આવતી રેલ
પુરી – નગરી
પૂરી – એક તળેલી વાનગી
મુરત – મુહૂર્ત, શુભસમય
મૂરત- મૂર્તિ
રફુ – નાઠેલું , પલાયન
રફૂ – કપડાને સાધવું તે
વધુ – વધારે
વધૂ – પત્ની ,વહુ
સુણવું – સાંભળવું
સૂણવું – સોજો આવવો
સુત – પુત્ર
સૂત – સારથિ
સુતર – સહેલું
સૂતર – રૂ કાંતીને કાઢેલો તાર
સુર – દેવ
સૂર – અવાજ
સુરત- એક શહેર
સૂરત – ચહેરો,વદન
સુરતિ – આનંદ,સુખ
સૂરતી – સૂરતનું
સુવા – એક વનસ્પતિ
સૂવા – ઊંઘવા
*‘જ’ તાલુ/ મહાપ્રાણ માંથી ‘ઝ’ તાલુ/અલ્પપ્રાણ બદલાતા શબ્દના અર્થમાં થતા ફેરફારો*
જડી – ઔષધિનું મૂળ
ઝડી – જોસભેર વરસવું તે
જમવું – ભોજન કરવું
ઝમવું – પ્રવાહીનું ઝરવું
જરા – વૃદ્ધાવસ્થા ,ઘડપણ
ઝરા – પાણીનો સ્ત્રોત
જાળ – પંખીને પકટવા માટેની ગુંથેલી દોરી
ઝાળ – જવાળા(આંચ)
જેર – વશમાં
ઝેર- વિષ
જોડ – જોડી
ઝોડ – વળગણ
આટલી આંબાની જાતોના નામ
(01) કેસર
(02) બોમ્બે હાફૂસ
(03) દૂધપેંડો
(04) નિલેશાન
(05) રૂમી હાફૂસ
(06) જમરૂખ્યો
(07) જહાંગીર પસંદ
(08) કાવસજી પટેલ
(09) નિલ ફ્રાન્ઝો
(10) અમીર પસંદ
(11) બાદશાહ પસંદ
(12) અંધારીયો દેશી
(13) નારીયેરી
(14) કાળીયો
(15) પીળીયો
(16) બાજરીયો
(17) હઠીલો
(18) બાટલી
(19) કાળો હાફૂસ
(20) કાચો મીઠો
(21) દેશી આંબડી
(22) બદામડી
(23) સીંધડી
(24) કલ્યાણ બાગી
(25) રાજાપુરી
(26) અષાઢી
(27) લંગડો
(28) રૂસ
(29) જમ્બો કેસર
(30) સુપર કેસર
(31) અગાસનો બાજરીયો
(32) સફેદા
(33) માલ્દા
(34) ગોપાલભોગ
(35) સુવર્ણરેખા
(36) પીટર
(37) બેગાનો પલ્લી
(38) એન્ડૂઝ
(39) યાકુત રૂમાની
(40) દિલ પસંદ
(41) પોપટીયા
(42) ગધેમાર
(43) આમીની
(44) ચેમ્પિયન
(45) વલસાડી હાફૂસ
(46) બદામી
(47) બેગમ પલ્લી
(48) બોરસીયો
(49) દાડમીયો
(50) દશેરી
(51) જમાદાર
(52) કરંજીયો
(53) મક્કારામ
(54) મલગોબા
(55) નિલમ
(56) પાયરી
(57) રૂમાની
(58) સબ્ઝી
(59) સરદાર
(60) તોતાપુરી
(61) આમ્રપાલી
(62) મલ્લિકા અર્જુન
(63) રત્નાગિરી હાફૂસ
(64) વનરાજ
(65) બારમાસી
(66) શ્રાવણીયો
(67) નિલેશ્વરી
(68) વસીબદામી
(69) ગુલાબડી
(70) અમુતાંગ
(71) બનારસી લંગડો
(72) જમીયો
(73) રસરાજ
(74) લાડવ્યો
(75) એલચી
(76) જીથરીયો
(77) ધોળીયો
(78) રત્ના
(79) સિંધુ
(80) રેશમ પાયરી
(81) ખોડી
(82) નિલકૃત
(83) ફઝલી
(84) ફઝલી રંગોલી
(85) અમૃતિયો
(86) કાજુ
(87) ગાજરીયો
(88) લીલીયો
(89) વજીર પસંદ
(90) ખાટીયો
(91) ચોરસા
(92) બમ્બઈ ગળો
(93) રેશમડી
(94) વેલીયો
(95) વલોટી
(96) હંસરાજ
(97) ગીરીરાજ
(98) સલગમ
(99) ટાટાની આંબડી
(100) સાલમભાઈની આંબડી
(101) અર્ધપુરી
(102) શ્રીમંતી
(103) નિરંજન
(104) કંઠમાળો
(105) કુરેશી લંગડો
*ચોસઠ કલા*
અદ્ભુત શક્તિ. શાસ્ત્રોમાં જણાવેલ ચોસઠ પ્રકારની કલા નીચે પ્રમાણે છે:
(૧) ગીત (ગાવું).
(૨) વાદ્ય (બજાવવું).
(૩) નૃત્ય (નાચવું).
(૪) નાટય (અભિનય કરવા).
(૫) આલેખ્ય (ચીતરવું).
(૬) વિશેષકચ્છેદ્ય (તિલકનો સંચો બનાવવો).
(૭) તંડુલ-કુસુમાવલિ-વિકાર (ચોખા અને ફૂલોનો ચોક
પૂરવો).
(૮) પુષ્પાસ્તરણ (ફૂલોની સેજ બનાવવી).
(૯) દશનવસનાંગરાગ (દાંત અને અંગોને રંગવાની વિધિ
જાણવી).
(૧૦) મણિભૂમિકાકર્મ (ઋતુને અનુકૂળ ઘર ચણવું).
(૧૧) શયનરચના (પલંગ બિછાવવો).
(૧૨) ઉદકવાદ્ય (જલતરંગ બજાવવું).
(૧૩) ઉદકઘાત (ગુલાબદાની વાપરવાની વિદ્યા).
(૧૪) ચિત્રયોગ (અવસ્થા પરિવર્તન કરવી એટલે કે
જુવાનને બુઢ્ઢો કે બુઢ્ઢાને જુવાન બનાવવો).
(૧૫) માલ્યગ્રંથન વિકલ્પ (દેવપૂજાને માટે કે પહેરવાને
માટે માળા ગૂંથવી).
(૧૬) કેશશેખરાપીડ યોજન (શિખર ઉપર ફૂલોથી
અનેક જાતની રચના કરવી કે માથાના વાળમાં ફૂલ
લગાવી ગૂંથવું).
(૧૭) નેપથ્યયોગ (દેશકાળ અનુસાર વસ્ત્ર, આભૂષણ
વગેરે પહેરવાં).
(૧૮) કર્ણપત્ર ભંગ (કાને પહેરવા માટે કર્ણફૂલ વગેરે
આભૂષણ બનાવવાં).
(૧૯) ગંધયુક્તિ (સુગંધી પદાર્થ બનાવવાં).
(૨૦) ઇંદ્રજાલ (જાદુગરીના પ્રયોગો).
(૨૧) કૌચમારયોગ (કદરૂપાને સુંદર બનાવવું).
(૨૨) ભૂષણ યોજના (ઘરેણાં પહેરવાની પદ્ધતિ).
(૨૩) હસ્તલાઘવ (હાથની ચાલાકી).
(૨૪) ચિત્રશાકાપૂપભક્ષ્ય વિકાર ક્રિયા (અનેક જાતનાં
શાક તથા માલપૂઆ વગેરે ખાવાના પદાર્થ બનાવવા).
(૨૫) પાનકસરાગાસવયોજન (અનેક જાતનાં શરબત,
અર્ક અને શરાબ વગેરે બનાવવાં.)
(૨૬) સૂચીકર્મ (સીવવું).
(૨૭) સૂત્રકર્મ (સીવણકામ).
(૨૮) પ્રહેલિકા (બીજાને બોલતો બંધ કરવા માટે ગૂંચવણ
ભરેલા પ્રશ્નો પૂછવા).
(૨૯) પ્રતિમાલા (અંત્યાક્ષરી કહેવી).
(૩૦) દુર્વાચકયોગ (કઠિન પદો અને શબ્દોના અર્થ
કાઢવા).
(૩૧) પુસ્તકવાચન (સ્પષ્ટ રીતે પુસ્તકનું વાચન કરવું).
(૩૨) કાવ્યસમસ્યાપૂર્તિ (કવિતાની પાદપૂર્તિ કરવી).
(૩૩) પટ્ટિકાવેત્રગણવિકલ્પ (દોરી કે નેતરથી ભરવું ) .
(૩૪) નાટિકાખ્યાયિકા-દર્શન (નાટક જોવું ને બતાવવું).
(૩૫) તર્કકર્મ (દલાલ કરવી).
(૩૬) તક્ષણ (સુતાર તથા કડિયાનું કામ).
(૩૭) વાસ્તુવિદ્યા (ઘર બનાવવું).
(૩૮) રૂપ્યરત્નપરીક્ષા (સોના, ચાંદી તથા રત્નોની પરીક્ષા).
(૩૯) ધાતુવાદ (કાચી ધાતુ સાફ કરવી).
(૪૦) મણિરાગજ્ઞાન (રત્નોના રંગ જાણવા).
(૪૧) આકારજ્ઞાન (ખાણની વિદ્યા).
(૪૨) વૃક્ષાયુર્વેદયોગ (વૃક્ષનું જ્ઞાન, ચિકિત્સા તથા
રોપવાની વિધિ).
(૪૩) મેષકુક્કુટલાવકયુદ્ધ વિધિ (મરઘાં, કુકડાં લાવક
વગેરે પક્ષીને લડાવવાની ક્રિયા).
(૪૪) શુકસારિકા આલાપન (પોપટ, મેના પઢાવવાં).
(૪૫) ઉત્સાહન (શરીર ચોળવું).
(૪૬) અક્ષરમુષ્ટિકાકથન ( કરપલ્લવી).
(૪૭) કેશમાર્જન (કુશળતાથી વાળ ઓળવા તથા તેલ
નાખવું).
(૪૮) મ્લેચ્છિતકલા વિકલ્પ (મ્લેચ્છ અથવા વિદેશી
ભાષાઓ જાણવી).
(૪૯) દેશી ભાષાજ્ઞાન (પ્રાકૃતિક બોલીઓ જાણવી).
(૫૦) પુષ્પશકટિનિમિત્તજ્ઞાન (વાદળાં ગાજવાં, વીજળી
ચમકવી વગેરે દૈવી લક્ષણ જાણીને આગામી
ભાખવી).
(૫૧) યંત્રમાતૃકા (યંત્રનિર્માણ).
(૫૨) ધારણમાતૃકા (સ્મરણશક્તિ વધારવી).
(૫૩) પાઢ્ય (કોઇને બોલતું ગાતું સાંભળી તે પ્રમાણે
બોલવું ગાવું).
(૫૪) માનસી કાવ્યક્રિયા (મનમાં કાવ્ય કરીને શીધ્ર કહેવું).
(૫૫) ક્રિયાવિકલ્પ (ક્રિયાનો પ્રભાવ બદલવો).
(૫૬) છલિતકયોગ (છલ કે ધૂર્તતા કરવી).
(૫૭) અભિધાન કોષ (છંદોનું જ્ઞાન).
(૫૮) વસ્ત્રગોપન (વસ્ત્રોની રક્ષા કરવી).
(૫૯) દ્યુતવિશેષ (જુગાર રમવો).
(૬૦) આકર્ષણક્રીડા ( પાસા વગેરે ફેંકવા).
(૬૧) બાળક્રિડા કર્મ (બાળકને રમાડવું).
(૬૨) વૈનાયકી વિદ્યાજ્ઞાન (વિનય, શિષ્ટાચાર, ઇલ્મ વગેરે
કરવા).
(૬૩) વૈજયિકી વિદ્યાજ્ઞાન (જય મેળવવાને માટે
જાણવાની ક્રિયા. જેમકે, શિકાર, લશ્કરી તાલીમ
વગેરે).
(૬૪) વૈતાલિકી વિદ્યાજ્ઞાન (રાગ, પાઘ, પરખ, નાડી,
ન્યાય, તરવું, તંતરવું અને ચોરી કરવી).
(સંદર્ભ - ભગવદ્-ગોમંડલ)
🔹તખલ્લુસ🔹
1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર – ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ – ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી – ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ –”કાન્ત’
17. બાલારામ દેસાઈ –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની –’અખો’
20. લાલજીભાઈ સુથાર –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ –‘ લલિત’
33. હરાજી લવજી દામજી –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર –’મધુર
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી
➡️ પુરું નામ:મોહનદાસ કરમચંદ ગાંધી હતું.
➡️ ગાંધીજીનો જન્મ તા : 02/10/1869
➡️ જન્મ સ્થળ : પોરબંદર ગુજરાત રાજ્ય
➡️ માતાનું નામ : પુતળીબાઈ ગાંધી હતું.
➡️ પત્નીનું નામ : કસ્તુરબા ગાંધી હતું.
➡️ગાંધીજીના લગ્ન તેરવર્ષની ઉંમરે થયા હતા.
➡️ પ્રા.શિ.રાજકોટ ગામડાની શાળામાં લીધું.
➡️ભાવનગર શામળદાસકોલેજ શિક્ષણલીધું.
➡️ ધાર્મિક ગુરુ : શ્રીમદ્દ રાજચંદ્ર હતા.
➡️ રાજકિય ગુરુ:ગોપાલકૃષ્ણ ગોખલે હતા.
➡️અંગત સચિવ :મહાદેવભાઈ દેસાઈ હતા.
➡️1917-માં હરિજન આશ્રમની સ્થાપનાકરી
➡️ગાંધીજી હરિજન આશ્રમમાં13- વર્ષ રહ્યાં.
➡️રાજા હરિશ્ચન્દ્રનાં નાટક પરથી સત્યવ્રત લીધું.
➡️ધર્મ પુસ્તક 'ગીતા' આધારિત જીવન જીવતા.
➡️ઝવેરચંદમેઘાણીને રાષ્ટ્રીયશાયર બિરુદ આપ્યું
➡️ગાંધીજીએ'ચંપારણમાં' પ્રથમ સત્યાગ્રહ કર્યો.
➡️બાપુએ મજુર મહાજન સંઘની સ્થાપના કરી.
➡️દેશની આઝાદીમાં મોટી અહિંસક લડત આપી
➡️સત્યના પ્રયોગો'એ હસ્તલિખિત પુસ્તક હતું.
➡️ગાંધીજી હંમેશા સોમવારે 'મૌનવ્રત' રાખતા.
➡️ગાંધીજી1893માં દક્ષિણ આફ્રિકા ગયાં હતા.
➡️385 કિ.મી.ચાલીને 'દાંડીકૂચ' સત્યાગ્રહ કર્યો
➡️ગાંધીજી'ગંદકીને' દેશનો રાષ્ટ્રીય રોગ માનતા.
➡️ગાંધીજી હંમેશા સફેદ ખાદીના વસ્ત્રો પહેરતા.
➡️અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાકરી.
➡️વૈષ્વજનતો તેને રે કહીએ...પ્રિય ભજન હતું
➡️રઘુપતિ રાઘવ રાજા રામ...એ પ્રિય ધૂન હતી.
➡️ગાંધીજી હંમેશા કેડે એલાર્મ ઘડિયાળ રાખતા.
➡️અવસાન તા-30/01/1948માં દિલ્હીમાં થયું.
➡️"નથુરામ ગોર્ડસે"ગોળી મારીને હત્યા કરી હતી.
➡️ગાંધીજીનું જન્મ સ્થળ'કીર્તિમંદિર'કહેવાય છે.
➡️બાપુની સમાધિ રાજઘાટ'તરીકે ઓળખાય છે.
▪️સંજ્ઞા▪️
*▪️જાતિવાચક સંજ્ઞા*
➖જ્યારે કોઈ શબ્દ આખો વર્ગ સુચવતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે.
જેમ જે, વિદ્યાર્થી, ચિત્ર
*▪️વ્યક્તિવાચક સંજ્ઞા*
➖જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ , પ્રાણી કે પદાર્થ સુચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.
જેમ કે,
નર્મદા, સાબરમતી, અમૂલ (ડેરી) વગેરે
*▪️દ્રવ્યવાચક સંજ્ઞા*
➖ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે
જેમ કે,
દૂધ, ચોખા વગેરે
*▪️સમૂહવાચક સંજ્ઞા*
➖સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે.
જેમ કે,
સભા, સેના
*▪️ભાવવાચક સંજ્ઞા*
➖ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે
જેમ કે,
તકલીફ, દયા વગેરે.
*▪️ક્રિયાવાચક સંજ્ઞા*
➖ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
જેમ કે,
રમવું ક્રિયા છે પણ - "મને રમવું ગમે છે" માં 'રમવું'નો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે. અથવા તેના પરથી બનતો શબ્દ 'રમત' ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment