ગુણોત્સવ ૨.૦માં ધ્યાનમાં રાખવાની બાબતો
❖ મુખ્ય ક્ષેત્ર૧ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા:-
• વિદ્યાર્થીઓ અધ્યન નિષ્પત્તિને અનુરૂપ માગ્યા મુજબ સુચના મુજબ ભૂલ રહિત વાક્ય રચના સાથે એકમ કસોટી અને સત્રાંત કસોટીમાં જવાબ લખતા થાય એવો અધ્યયન અનુભવ પૂરો પાડવાનો રહેશે.
• એકમ કસોટી, કસોટી લીધાના ૭ દિવસ પહેલા જોઇને અને વ્યવસ્થિત તપાસીને વિદ્યાર્થીના વાલીની જણાવ્યા બદલ સહી અંગે મોકલવાની રહેશે.
• કસોટી તપાસતી વખતે બાળકો દ્વારા કરવામાં આવેલ ભૂલોનો તેમજ આપના દ્વારા કપાયેલ ગુણનો સચોટ નિર્દેશ કરવાનો રહેશે.
• કસોટી તપાસતા દરમિયાન ભાષાકીય અને અન્ય તમામ ભૂલોનો નિર્દેશ કરવાનો રહેશે તેમજ તે ભૂલ સુધારાને દર્શાવવનો રહેશે.
• કસોટીમાં ભૂલોને ધ્યાનમાં રાખી યોગ્ય ગુણાંકન કરવાનું રહેશે.
• કસોટીમાં દરેક અપેક્ષિત જવાબોની સામે જો બાળકો દ્વારા યોગ્ય જવાબો આપી શક્યા નથી તે ભૂલોની સામે જ્યાં ગુણ આપેલ છે ત્યાં જ તેને યોગ્ય સૂચનો બાળકો સમજી શકે તેવી સાદી ભાષામાં લખવાના રહેશે જે સૂચનના આધારે બાળકો પોતાની ભૂલો સુધારી શકે અને પછીની કસોટી વખતે ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકાય. આ સૂચનો પણ દરેક ભૂલોને આવરી શકાય તે રીતે લખવાના રહેશે.
• કસોટીની ચકાસણી થયા પછી બાળકોની તમામ ભૂલોને સુધારવા અને બાળકોને પ્રતીપોષણ મળી રહે તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરી પુનઃ કસોટી લેવાની રહેશે અને તેની પણ યોગ્ય ચકાસણી કરવાની રહેશે પુનઃ કસોટી નાની ભૂલ હોય તો પણ તે સુધારા માટે લેવાની રાહેશે.
• સત્રાંત કસોટીની ચકાસણી યોગ્ય કરવાની રહેશે બાળાકોને મળવા પાત્ર ગુણનું યોગ્ય ગુણાંકન થાય તે ખુબ જ જરૂરી છે.
• સત્રાંત કસોટીની ચકાસણી દરમિયાન પ્રત્યેક પેટા પ્રશ્નની સામે મેળવેલ ગુણ ડાબી બાજુએ દર્શાવવનો રહેશે જેમાં તમામ ખાલી જગ્યા જોડકા અને ટૂંકા પ્રશ્નના પ્રત્યેક ગુણ દર્શાવવાના રહેશે આ પેટા પ્રશ્નોના ગુણનો ટોટલ ઉપરના હાંસિયામાં દર્શાવવાના રહેશે અને ત્યાર પછી બહારના ભાગે પ્રશ્ન વાઈઝ ટોટલ દર્શાવવાનો રહેશે આ પદ્ધાતીનો પ્રયોગ એકમ કસોટીમાં પણ લાગુ પડે છે.
• જવાબ વહીના ગુણ અને પત્રક C માં દર્શાવેલ ગુણ તેમજ ઓનલાઈન એન્ટ્રી કરેલ ગુણ સમાન હોવા જોઈએ. દરેક શિક્ષક દ્વારા SCE મુજબ નિયમિત મૂલ્યાંકન થાય તેમજ તે મુજબ પત્રકો નિભાવાય તે ખુબજ જરૂરી છે.
• તમામ કસોટી અને સત્રાંત વાર્ષિક કસોટીના પેપર વાલીને દેખાડવાના રહેશે તેમજ દેખાડ્યા બદલની સહી લેવાની રહેશે.
❖ મુખ્ય ક્ષેત્ર ૧ અધ્યયન અને અધ્યાપન:-
• દરેક શિક્ષક બાળાકોને નામ દઈને અને માનથી બોલાવે તેમજ બાળકો શિક્ષકને નિર્ભયતાથી ડર કે સંકોચ વગર શિક્ષકને પોતાની મુશ્કેલીઓ વિષે વાત કરી શકે તેવું વાતાવરણનું નિર્માણ કરવું તેમજ વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવું.
• અધ્યાપન કાર્ય દરમિયાન અધ્યાપન કાર્યને અનુરૂપ યોગ્ય બેઠક વ્યવસ્થા હોવી જોઈએ તેમજ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અધ્યાપન કાર્ય દરમિયાન થાય અને તે મુજબ બેઠક વ્યવસ્થા થાય તે ધ્યાનમાં લેવું.
• શિક્ષણ કાર્ય દરમિયાન બાળકોને વર્ગ ખંડમાં જોડવા માટે યુનિક પ્રયત્નો કરવા તેમજ પ્રોત્સાહિત કરવા આ ઉપરાંત બાળકોના પ્રયત્નો અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવી.
• અધ્યાપન કાર્ય દરમિયાન ફરજીયાત અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવો આ સામગ્રી વિદ્યાર્થીની વયકક્ષા મુજબ ,વિષના મુદ્દાને અનુરૂપ ,અધ્યયન નિષ્પત્તિ ને અનુરૂપ બાળકોની રુચીને ધ્યાનમાં રાખી પસંદ કરવાની રહેશે. સામગ્રી ઉપયોગ કર્યા પછી બાળકો ફરી ઉપયોગ જાતે કરી શકે તેમ વ્યવસ્થિત ગોઠવવાની રહેશે.
• તાસમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન વિષય સબંધિત ચર્ચા કરવાની રાહેશે જેમાં બાળકોને ચર્ચા કરવાની પુરતી તક આપવી,બાળકોના પ્રશ્નોને ચર્ચામાં સમાવેશ કરવો તેમજ બાળકો એકબીજા સાથે ચર્ચા કરી શકે તેવું આયોજન કારવાનું રહેશે શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકે હેતુ કથન અને અપેક્ષિત ક્ષમતાની સિદ્ધી માટે બાળાકોને પ્રશ્નો-પેટા પ્રશનો-વિચાર પ્રેરક પ્રશ્નો અને મુક્ત જવાબી પ્રશ્નો પૂછી બાળકોને ચર્ચામાં ભાગ લેતા કરવાના રહેશે.
• શૈક્ષણિક કાર્ય પૂર્વે બાળકોને જે શીખવાના છે તે અંગે અને પૂર્વે જે શીખ્યા છે તેની ટુકમાં વાત કરવી ત્યારબાદ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવી. તાસમાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરતા પહેલા જે શીખ્યા છે તે અંગે થોડી ચર્ચા કરી દ્રઢીકરણ કરાવવાનું રહેશે અને તે દરમિયાન બાળકો કેટલું શીખ્યા છે તેનું પરોક્ષ મૂલ્યાંકન કરવાનું રાહેશે.
• અધ્યયન નિષ્પત્તિ અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિને ધ્યાનમાં રાખીને શિક્ષકે વાર્ષિક આયોજન બનાવવાનું રહેશે જેમાં માસવાર એકમનો સમાવેશ કરવો તેમજ તે અંગેની ક્ષમતાનો નિર્દેશ કરવો ઉપરાંત એ એકમને ભણાવવા માટે ક્યાં ક્યાં અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકાય તેની નોંધ કરવાની રહેશે આ આયોજનના આધારે શિક્ષકે દૈનિક આયોજન કરવાનું રહેશે તેમાં પણ ઉપયોગમાં લેવામાં આવનાર શૈક્ષણિક સાધનો અને અધ્યયન નિષ્પત્તિ દર્શાવવાની રહેશે.
• અધ્યાપન આયોજન મુજબ શૈક્ષણિક કાર્ય થાય આ માટે શાળાના મુખ્ય શિક્ષકે દૈનિક ૨ તાસનું મૂલ્યાંકન કરાવાનું રહેશે અને માસના અંત સુધીમાં શાળાના તમામ વર્ગોનું મૂલ્યાંકન કરવાનું રહેશે નમુના નંબર ૧૫ લોગ બુકમાં તેની નોંધ કરવાની રહેશે જેમાં શિક્ષકને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની નોંધ કરવાની રહેશે ઉપરાંત મુખ્ય શિક્ષકે શિક્ષકોની દૈનિક તપાસવાની રહેશે જો જરૂર જણાય તો આયોજનમાં ટીપ્સ આપી માર્ગદર્શિત કરવાના રહેશે.
• શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ જરૂરિયાત ધરાવતા અને CWSN બાળકો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. શાળાની તમામ પ્રવૃત્તિમાં શાળાના તમામ બાળકો સાથે ભાગ લે તે જોવાનું રહેશે.
❖ મુખ્ય ક્ષેત્ર ૨ શાળા
• શાળાએ વર્ષની શરૂઆતમાં શાળા વિકાસ યોજનાનું આયોજન કરવાનું રહેશે જેમાં શાળાએ શૈક્ષણિક મુદ્દાનો સમાવેશ કરવાનો રહેશે અને પોતાના લક્ષાંક નક્કી કરવાના રહેશે આ શાળા વિકાસ યોજનાનો યોગ્ય અમલ થાય અને નિયમિત સમીક્ષા થાય તે જોવાનું રહેશે આ યોજનાને વર્ષની પ્રથમ SMC અને વાલી બેઠકમાં વાંચન કરી બહાલી આપવાની રહેશે.
• શાળા વિકાસ યોજના બનાવામાં યોગ્ય અમલમાં SMCનો સહકાર મેળવાય, શાળાની SMC બેઠક નિયમિત યોજાય જેમાં શાળાની મુશ્કેલીમાં, શાળાની યોગ્ય ગ્રાન્ટ વપરાશમાં,સ્થાનિક સંસાધનોની ઉપલબ્ધીમાં, બાળકોની હાજરી વધારવામાં SMC બેઠકના એજન્ડા તૈયાર કરવામાં SMC સક્રિયતા દર્શાવે તે શાળાએ જોવાનું રહેશે.
• શાળામાં તાસ પદ્ધતિ અને વિષય પદ્ધતિ નો યોગ્ય અમલ થાય, સરકારની ગાઈડ લાઈન મુજબ સમય પત્રક બનાવાય, શાળા સમય પત્રક મુજબ ચાલે નિયમિત તાસના અંતે બેલ વાગે દરેક વર્ગમાં સમય પત્રક લાગે તે આચાર્યશ્રી અને વર્ગ શિક્ષકશ્રીએ જોવાનું રહેશે.
• વર્ગમાં અધ્યયન નિષ્પત્તિ માસવાર આયોજન અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ ડિસ્પ્લે થાય તે જોવાનું રહેશે.
• શાળા દ્વારા શાળા સલામતી અંગે માર્ગ દર્શન દેવાય આ અંગે અગોતરો શાળા સલામતી અંગે પ્લાન બનાવાય, બાળકોને મોકડ્રીલ દ્વારા તેની જાગૃતિ અંગે શિક્ષણ અપાય તે ખુબ જ જરૂરી છે. શાળામાં ફાયર સેફટી અંગે યોગ્ય ઉપકરણો વાસાવાય આ ઉપરાંત આપત્તિ સમયે ઉપયોગમાં આવી શકે તેમાં અન્ય સાધનો જેવા કે મોટા દોરડા પ્રાથમિક સારવાર અંગેના સાધનો વસવાય તે જોવાનું રહેશે.
• શાળામાં ઇલેક્ટ્રિક ઉપકરણ સલામતી માટે રોબોટ જેવા સલામતી સાધનોનો ઉપયોગ કરાવો.
• શાળામાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને વિશેષ ગંભીર રોગો ધરાવતા બાળકોની યાદી શાળામાં આચાર્યશ્રીએ બનાવાવની રહેશે અને શિક્ષકોને તેનાથી વાકેફ કરવાના રહેશે ઉપરાંત કેટલાક રોગોમાં જો ઓળખ છુપાવવાની જરૂરિયાત જણાય તો તેની ગંભીરતા જાણી કાળજી લેવાની રહેશે.
• શાળામાં દૈનિક પ્રાર્થના વિવિધતા સાથે બાળકોની મદદ થી તમામ બાળકોને સંચાલન સાથેની સમાન તક મળે તે રીતે આયોજન કરવું જેમાં બાળકો હાર્મોનિયમ ખંજરી તબલા ઢોલક મંજીરા કરતાલ વગેરે સાધનો નો ઉપયોગ કરી તાલ બદ્ધ પ્રાથના થાય તે જોવું. પ્રાર્થનામાં ધૂન,ભજન,બાળગીત,અભિનય ગીત,જાણવા જેવું,સમાચાર વાંચન,પ્રશ્નોત્તરી,ઘડિયા ગાન,અન્ય વિવિધ રજૂઆત,રાષ્ટ્રગીતનો સમાવેશ કરવો.
• બાળકો ધ્યાન,યોગ મુદ્રા,સમૂહ કવાયતમાં ભાગ લે , શાળા રમતોત્સવ અને ખેલ મહાકુંભ તેમજ વિજ્ઞાન મેળો, ઇન્શ્પાયર એવોર્ડ,જવાહર નવોદય,NMMS,PSE,રાજ્ય ચિત્ર પરીક્ષામાં, તેમજ અન્ય બાળ વિકાસ પ્રવૃત્તિમાં ભાગ લે તે શાળા એ જોવાનું રહેશે.
• શાળા એ દરેક શૈક્ષણિક અનુભવ આપવા માટે વર્ષના અંતે ૧૦ જેટલા શૈક્ષણિક મુલાકાતોના આયોજન કરવાના રહેશે.આ ઉપરાંત મુલ્ય લક્ષી પ્રવૃત્તિ જેવી કે આજનું ગુલાબ, આજનો દીપક,અક્ષયપાત્ર,ખોયા પાયા, અને રામ હાર્ટ અને બચત બેંક જેવી પ્રવૃતી હાથ ધરવાની રહેશે. તેમજ વર્ષ દરમિયાન ૧૦ થી ૧૨ જેટલા વિશેષ દિનની ઉજવણી અને સંસ્કૃતિક કાર્યક્રમ કરવાના રહેશે.
• શિક્ષક તેમજ વિદ્યાર્થી એ પોતાના જ્ઞાન વધારવા માટે શિક્ષકે મહીને ૧ પુસ્તક તેમજ બાળકોએ ૨ મહીને ૧ પુસ્તક ઓછમાં ઓછા વાંચવાના રહેશે.
• બાળકોને નવીન અધ્યન અનુભવ આપવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાવાનો રહેશે તેમજ તમામ બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવાનું રહેશે.
• શાળામાં તમામ બાળકો ઉત્તમ મધ્યાહન ભોજન ઉત્તમ ગુણવત્તા યુક્ત હાજર રહેલા તમામ બાળકો જમે તેવા પ્રયત્નો હાથ ધરાવના રહેશે તેમજ મધ્યાહન ભોજનની રોજીંદી ચકાસણી શિક્ષકો દ્વારા થાય બાળકો હાથ મો પગ ધોઈને જમવા બેસે મધ્યાહન ભોજન રસોડામાં ચોખ્ખાઈ જળવાય તે જોવાનું રહેશે.
• તમામ બાળકોને પીવા માટે યોગ્ય પાણીની વ્યવસ્થા હોય,પીવાના પાણીની રોજીંદી ઉપયોગમાં આવતી ટાંકી સમયાંતરે સફાઈ થાય તે જોવાનું રહેશે.
• બાળાકોને શૌચાલયની ઉત્તમ સુવિધા મળી રહે તે જોવાનું રહેશે તેમજ શૌચાલયની નિયમિત સફાઈ થાય તેમજ શૌચાલયમાં પાણીની સગવડ મળી રહે તે જોવાનું રહેશે.
• બાળકોની સ્વચ્છતા દૈનિક ચકાસણી થાય તેમજ તે અંગે વિદ્યાર્થીના વાલીને સમયાંતરે જાણ થાય તે જોવાનું રહેશે.
આ ઉપરાંત ગુણોત્સવ અંગે જરૂરી તમામ તૈયારી કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોની રહેશે. આ તમામ સૂચનો અંગે ચકાસણી સી.આર.સી,કેળવણી નિરીક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,બી.આર.સી કો એ પોતાની મુલાકાત દરમિયાન જોવાનું રહેશે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment